જ્ઞાનનું ઝરણું

ગુરુવાર, 7 જાન્યુઆરી, 2010

ડાયાબીટીસ એટલે શું ?

ડાયાબીટીસ માં   પ્રેનક્રીંસ નામનો એક અવયવ હોજરી નીચે આવેલો છે.આ અવયવ માં લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ આવેલા છે.આના લાખો કોષો ઇન્સુલીન નામનો પદાર્થ બનાવવામાં રોકાયલા રહે છે.આ ઇન્સુલીનનો સ્ત્રાવ કર્બોદીતમાંથી બનતી સર્કરા ગ્લુકોઝ ને બણતણયોગ્ય  બનાવવામાં અગ્ત્યોનો ભાગ ભજવે છે. કેટલાક લોકો માં આ લેન્ગેર્હેન્સ નામનો ટાપુઓ કોષો ઓંચિતા તો કોઈના માં આસ્તે આસ્તે નાશ પામે છે. ઇન્સુલીન ના અભાવ થી પેશીઓની શક્તિ પેદા કરવા માટે ગ્લુકોઝ વાપરવાની શક્તિ હણાય છે. અને આ ગ્લુકોઝ લોહીમાં મળે છે જે પેશીઓની માંગ ને પૂરી પડે છે.લોહી માં વધુ બિનજરૂરીપ્રમાણમાં વધતી સુગરનું વધારાનું પ્રમાણ પેશાબ વાટે બહાર નીકળી જાય છે આને કેહવાય ડાયાબીટીસ

બુધવાર, 6 જાન્યુઆરી, 2010

પ્રેરક સુવાક્યો

  1. પરમ સત્ય નું અસ્તિત્વ હૃદય માં છે. જે વિચાર હૃદય થી રહિત વહે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઇ જવું જોયએ.
  2. તર્ક નું સત્ય નહિ પણ આત્મા ના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે.
  3. સત્યોનો સૌથી શક્તિશાળી મિત્ર છે  સમય .
  4. સત્યનો સૌથી શક્તિશાળી દુશ્મન છે પૂર્વગ્રહ.
  5. સત્ય એ રીતે બોલવું જોયએ કે તે અપ્રિય ના લાગે.
  6. દરેક માનસ અજ્ઞાની છે, પણ દરેક નું અજ્ઞાન જુદી જુદી જાતનું હોય છે.
  7. આપને જેમ વધુ જાણતા જઈએ છીએ તેમ તેમ આપણ ને આપણાં અજ્ઞાન નું વધુ ને વધુ જ્ઞાન થતું જાય છે.
  8. જો તમે બીજાની ભૂલો માફ કરશો તોજ  ઈશ્વર તમારી ભૂલો માફ કરશે.
  9. મળેલા ધન થી જે સંતુષ્ટ છે તેને માટે સ્વર્ગ અહીં જ છે.
  10. આપણે જન્મ લઈએ ત્યાર થી મૃત્યુ પોતાનો હક નોધાવી દે છે.
  11. જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.

કેહવત બોધ

  1. કીડી ને કણ ને હાથી ને મણ.
  2. કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ.
  3. કાગ ને બેસવું ને ડાળ નું પડવું.
  4. કાગડો દહીંથરું લઇ ગયો.
  5. કરે તેવું પામે.
  6. કુંભાર કરતા ગધેડા ડાહ્યા.
  7. કમળો હોય તેને બધું પીળું જ દેખાય.
  8. કાળ જાય ને કેહવત રહી જાય.
  9. કરવા ગયા કંસાર ને થઇ ગઈ થુલી.
  10. કર્મ કર્યાં તેને કામણ કર્યાં.

શ્રી કૃષ્ણ ની વાણી ''''''''''''''''''''જ્ઞાનયોગ

  1. જેમના હ્રદય પવિત્ર છે તેઓ ધન્ય છે, કેમ કે તેમને જ ભગવાન નું જ્ઞાન સમજાય છે.
  2. જે રીતે ઉગતો સુરજ રાત્રીના અંધકારનો નાશ કરે છે, તે જ રીતે આત્માનું જ્ઞાન ભ્રમ માત્ર ને હટાવી દે છે.
  3. માનવ જ્ન્મ ધન્ય છે. સ્વર્ગવાસીઓ  પણ તેની ઈચ્છા કરે છે. કારણ કે માનવજન્મ ધ્વારા જ વાસ્તવિક જ્ઞાન અને વિશુદ્ધ પ્રેમ ની પ્રાપ્તિ થઇ શકે છે.
  4. સર્વવ્યાપી પરમાત્મા ન તો કોઈ નું પાપ લે છે, ન તો કોઈ નું પુણ્ય . માયા થી જ્ઞાન ઢંકાયેલું છે. તેથી બધા જીવો મોહ પામે છે.

ભગવાન બુદ્ધ ની વાણી

ચાર આર્ય સત્ય

1. દુખ છે.
2. દુખ નું કારણ છે.
3. દુઃખનું નિવારણ છે.
4. દુખના નિવારણ નો માર્ગ છે.

ઉપદેશ

* હત્યા ના કરો.
ચોરી ના કરો.
વ્યભિચાર ના કરો.
અસત્ય ના બોલો.
નિંદા ના કરો.
કર્કશ વાણી ના બોલો.
વ્યર્થ વાતો ના કરો.
બીજાની સંપત્તિ પર નજર ના રાખો.
તિરસ્કાર ના કરો.
ન્યાયપૂવર્ક વિચારો.

મંગળવાર, 5 જાન્યુઆરી, 2010

ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી------------------------સરદાર વલ્લભભાઈ પટેલ

સુવિચાર

1. ઉપકારીઓ પ્રત્યે કૃત્ન્ભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્ય ને તોડવું જ રહ્યું .
2. વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ના વધી જાય કે લાગણી ના સંબધો ને એ છિન્ન ભિન્ન કરી નાખે.
3. સુખ ના પ્રવાહ હોય કે દુખ ના હો ઉભરા શોભે છે જયારે એની રજૂઆત કામ રહે.
4. બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે ,હૃદય એ જ ગુણો પોતાની અંદર માંગે છે.
5. બુદ્ધિ નો એક જ આગ્રહ અને એક જ માંગ સામા એ જ સારા બનવું જોયએ, સામા એ જ સારા રેહવું જોયએ, સામા એ જ સારું કરવું જોયએ,
6. કિનારે જામેલા કચરા ને નદીનું પુર એક જ ધડાકે સાફ કરી નાખે છે તેમ હૃદય માં ઉમટેલા લાગણી ના પૂરે દિલ માં જામેલા બુદ્ધિ ના કચરા ને પણ સાફ કરી નાખે છે.
7. યુવાની ના છોડ પર અનુભવ ના ફૂલ વહેલા આવતા નથી અને જયારે આવે છે ત્યારે સરજાઇ ચૂકેલ ભૂલ માંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે.
8. જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રેહવું જોયએ.
9. અંતકરણ માં સમજણ ઉગ્યા પછીએ મનમાં સમાધાન ના પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી.
10. દરેક વ્યક્તિએ બાલદીમાં ના છિદ્ર જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય ,પચાવી જાય અને પોતના માં સમાવી લે છે