જ્ઞાનનું ઝરણું

મંગળવાર, 12 જાન્યુઆરી, 2010

ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

ફિલ્મ 3 IDIOTS માં તમે સહુએ ત્રણ ઈડિયટને જોયા. પણ એ જ ફિલ્મમાં ત્રણ જીનીયસની કારીગરી નિહાળી ? રાંચોની લદ્દાખની શાળામાં સ્કુટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સાયકલથી ચાલતું વૉશિંગ મશીન અને પેડલથી ચાલતી “કાતર”થી ઘેટાંના વાળ કાપતો હજામ જોયો હશે. આ શોધના અસલી પ્રતિભાશાળી શોધકોને ઓળખો છો ?   આ રહ્યા એ ત્રણ…
  • રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો. (http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે.
ફિલ્મ 3 ઈડિયટ્સનું એક દ્રશ્ય જેમાં પશ્ચાદભૂમાં
સ્કુટરથી ચાલતી ચક્કી છે. (સૌજન્ય: હિ. ટા.)
  • મહારાષ્ટ્રના જલગાંવના જહાંગીર પેઇંટરે (49) પોતાની પત્નીને રોજરોજ ઘઉં દળાવવા માટે બે-ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો અપાવવા અને દસ દસ કલાકના પાવર કટથી બચવા સ્કુટરથી ચાલતી ઘંટી બનાવી આપી.
જહાંગીર પેંટર તેની સ્કુટર થી ચાલતી
ચક્કી સાથે.( Photo: Ganesh Surse-HT)
  • મોહમ્મદ ઇદરીશ (32) : ઉત્તર પ્રદેશમાં મીરત ડીસ્ટ્રિક્ટનો હજામતનો ધંધો કરતો પાંચમી ફેલ બાર્બર. આ જવાંમર્દે સાયકલથી ચાલતી ઘોડાના વાળ કાપવાની “કાતર” બનાવી. જે ઈલેક્ટ્રીક શેવર કરતાં અર્ધા સમયમાં કામ કરી આપતી હતી.
ફિલ્મ 3ઇડિયટ્સના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મના નફામાંથી આ ત્રણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે “નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન (NIF)” ને દાન ની જાહેરાત કરી છે. કે જેની પાસેથી આ ત્રણેય શોધો ફિલ્મમાં લેવામાં આવી હતી.
આ નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન. (NIF) શું છે તે પણ જાણીએ. નવ વર્ષ પહેલાં ભારત સરકાર દ્વારા “હની બી નેટવર્ક” ના સહકારથી સ્થપાયેલ સંસ્થાન છે. આ હની બી નેટવર્ક, અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા IIM ના પ્રોફે. અનિલ ગુપ્તાની સોળ વર્ષથી ગ્રાસ રૂટ કક્ષાએ થતી સંશોધનાત્મક પ્રવૃત્તિની પ્રણેતા સંસ્થા છે. NIF પાસે 140000 નવી શોધખોળો છે. જે ભારતના 545 જીલ્લાઓના અજાણ્યા સંશોધકોનું પ્રદાન છે. આમાંથી 220 પેટંટ અરજીઓ ભારતમાં અને એક US માં કરવામાં આવી છે. અને આ બંને સંસ્થાઓને ફિલ્મના ટાયટલમાં ક્રેડિટ આપવામાં આવી છે. વધુ માહિતી માટે “સૃષ્ટિ” (SRISTI-SOCIETY FOR RESEARCH AND INITIATIVES FOR SUSTAINABLE TECHNOLOGIES AND INSTITUTIONS). ની વેબ સાઇટ પર ક્લિક કરો.
સ્રોત :( 1)Bhajman Nanavaty,http://bhajman-vartalap.blogspot.com/2010/01/3-3.html#more
(2)હિંદુસ્તાન ટાઇમ્સ, http://www.hindustantimes.com/News-Feed/india/Top-grosser-3-Idiots-to-fund-real-life-inventors/Article1-492261.aspx
(3) NDTV INDIA. http://www.youtube.com/watch?v=VhlUVdbU9Lk&feature=related
(4) SRISTI http://www.sristi.org/cms/?q=en

ફિલ્મ 3 ઈડિયટ્સના ૩ ચોર ને જાણો છો ?

હા આ રહ્યા એ ૨૦૦૯ સાલ ના ૩ મહાન ઉઠાગર ચોર . ૧) રાજકુમાર હીરાની , ૨) વીધુ ચોપરા , ૩) અભિજિત જોશી  આ ત્રણે મહાન ચોરોએ ચેતન ભગત ની બુક “ફાઈવ પોઈન્ટ સમવન “
માંથી જ કથા ચોરી ને આ પોતાની કથા કહી રહ્યા છે. ચેતન ના પુસ્તક માં ફિલ્મની માફક જ એન્જ્યરીંગના ત્રણ વિદ્યાર્થીઓની વાત છે.પુસ્તક માં પ્રોફેસર આ ત્રણે ને  idiots  કહે છે.તેમના પર રેગીંગ થાય છે. હીરો રેગીંગ નો જવાબ આપે છે.મશીન ની વ્યાખ્યાઆ  પુસ્તકમાં છે.પાણીની ટાંકી પર થતી પાર્ટી ,વિચિત્ર પ્રોફેસર ,તેની સુંદર પુત્રી ,તેના પુત્રનો ટેન્સનમાં આપઘાત તેમજ આપઘાત ની ચિઠ્ઠી ,તેની પુત્રી ની મદદ થી પેપર ની ચોરી અને પછી પકડાઈ જવું .હિરો હિરોઈન નું પાઈપ થી ઉપર જવું  અને પછી પકડાઈ જવું  અને નીચે ઉભા રહેલા મિત્ર ના ગરીબ પરિવાર ની વાત ,પાંચ વરસ જૂની સાડી,કકળાટ કરતી માં ,બહેનના લગ્ન , ગાડી ની માંગણી ,પિતાની બીમારી.કોલેજમાંથી બહાર કાઢ્યા પછી આપઘાત પ્રયાસ  આ બધું જ ફીલ્મમાં  અને બુકમાં સરખી જ છે. માત્ર હિરો બીજા માટે ભણે છે,
અને તેના મિત્રો દસ વર્ષ પછી તેને શોધવા નીકળે છે અને હિરોઈન ને મંડપ માંથી ભગાડવાનું એજ નથી . બાકી મોટાભાગ નું સરખું છે જ.તો પછી વિધુ , રાજુ , અભિજિત  આ ત્રણે ને શા માટે ક્રેડીટ ? ફીલ્મ માં ચેતન ને ક્રેડીટ આપી છે પણ ફિલ્મ માં છેલ્લે નાના અક્ષર માં નમબરિઆમાં આપ્યું છે. આ ક્રેડીટ નહિ પણ લેખક નું અપમાન કેહવાય.ચેતન  ભગત નો ફોટો તથા બુક નો ફોટો નીચે છે.

  • Paperback: 288 pages
  • Publisher: Rupa & Co. (July 1, 2004)
  • Language: English
  • ISBN-10: 8129104601
  • ISBN-13: 978-8129104601
  • Author: Chetan Bhagat
See full size image

સ્વામી વિવેકાનંદ


સ્વામી વિવેકાનંદનો જન્મ મકરસંક્રાંતિના તહેવાર ની પૂર્વસંધ્યાએ સોમવાર તા. 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી શરૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સન 1871માંઇશ્વરચન્દ્ર વિદ્યાસાગરસંસ્થામાં દાખલ થયા હતા અને સન 1879માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી.  તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાન, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, વિનયન, સહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા હતા.તેમણે વેદ , ઉપનિષદો , ભગવદ્દગીતા , રામાયણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો. તેઓ શાસ્ત્રિય સંગીતમાં, ગાયકી વાદ્ય એમ બન્નેમાં જાણકાર હતા.
રેન્દ્રનાથે સન 1880માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલેજ બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશ ચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું.તે દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર, પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો. સને 1981માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884માં તમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી.કહેવાય છે કે નરેન્દ્રનાથે ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કેંટ, જોહાન ગોટ્ટ્લીબ ફીશે, બારુક સ્પીનોઝા, જ્યોર્જ ડબલ્યુ. એફ. હેગેલ, આર્થર શોપનહોર, ઓગસ્ટી કોમ્ટેકોમ્ટે, હર્બર્ટ સ્પેંસર, જોન સ્ટુઅર્ટ મીલ, અને ચાર્લ્સ ડાર્વિનના લેખનકાર્યોનું વાંચન કર્યુ હતું.

પોતાનો પ્રવાસ ચાલુ રાખીને તેમણે અમદાવાદ, વઢવાણ, લીંબડીની મુલાકાત લીધી. અમદાવાદમાં તેમણે ઇસ્લામ અને જૈન સંસ્કૃતિ પરનો તેમનો અભ્યાસ પૂરો કર્યો.લીંબડીમાં તેઓ ઇંગ્લેન્ડ અને અમેરિકા જઇ આવેલા ઠાકોર સાહેબ જસવંતસિંહને મળ્યા. વેદાંતનો ઉપદેશ આપવા પશ્ચિમના દેશોમાં જવાનો સર્વ પ્રથમ વિચાર સ્વામીને ઠાકોર સાહેબ પાસેથી મળ્યો. પાછળથી તેમણે જુનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલિતાણા, વડોદરાની મુલાકાત લીધી. પરિવ્રાજક રહેવાની પ્રતિજ્ઞા છતાં વિદ્વાનપંડિતો પાસે પોતાના તત્વચિંતન અને સંસ્કૃતના અભ્યાસને પાકો કરવા પોરબંદરમાં તેઓ પોણું વર્ષ રહ્યા. વેદનો અનુવાદ કરનારા દરબારના પંડિત સાથે તેમણે કામ કર્યું.

એર્નાકુલમ ખાતે 1892ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારાયણ ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકલને મળ્યા. એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી પહોંચ્યા. કન્યાકુમારી ખાતે સ્વામીએ ‘‘છેલ્લા ભારતીય ખડક’’ પર બેસીને ત્રણ દિવસ ધ્યાન ધર્યું હોવાનું કહેવાય છે. આ ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો.
11 સપ્ટેમ્બર 1983ના રોજ શિકાગોના આર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ.. આ દિવસે વિવેકાનંદે પોતાનું પ્રથમ ટૂંકુ વક્તવ્ય આપ્યું. તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું [[:s:સ્વામી વિવેકાનંદની સંપૂર્ણ રચનાઓ(The Complete Works of Swami Vivekananda)/વોલ્યુમ 1/ધર્મ સંસદમાં વક્તવ્ય/સત્કારનો પ્રતિભાવ|વક્તવ્ય]] , “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે શરૂ કર્યુ. આ શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ અને બે મિનિટ સુધી આ સન્માન ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યુ. સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુઃ “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.” અને તેમણે આ સંદર્ભે ભગવદ ગીતાના બે ફકરા ટાંક્યા—”જેવી રીતે બે વિભિન્ન પ્રવાહોનો સ્રોત અલગ-અલગ ઠેકાણે હોય છે પણ તેનું પાણી સમુદ્રમાં ભેગુ થાય છે, તેવી રીતે હે પ્રભુ, માણસની વિવિધ પ્રથાઓ અલગ-અલગ ભલે લાગતી હોય, પરંતુ તે તમામ રસ્તાઓ તારા સુધી લઈ આવે છે!” અને “જે કોઈ પણ મારી પાસે આવે છે, ભલે ગમે તે સ્વરૂપમાં આવે, હું તેના સુધી પહોંચુ છું; તમામ પુરુષો સમગ્ર માર્ગ પર સંઘર્ષ કરતા રહે છે, પરંતુ આ તમામ રસ્તાઓ આખરે મારા સુધી લઈને આવે છે.”ટૂંકું વક્તવ્ય હોવા છતાં, સંસદનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી.
સ્વામી વિશે વધુ જાણવા માટે વાંચો
”સ્વામી વિવેકાનંદ ,શ્રી રામક્રિષ્ણ આશ્રમ ,ડો યાજ્ઞિક રોડ , રાજકોટ-૩૬૦૦૦૧,

ચાણક્ય નીતિ

રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.// ૬//
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે. // ૭ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )
જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .// ૮ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )
જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે. // ૯ //
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ ,ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું .// ૧૦ //

વધુ આવતા બ્લોગ પર ………………..