જ્ઞાનનું ઝરણું

મંગળવાર, 5 જાન્યુઆરી, 2010

સુવિચાર

1. ઉપકારીઓ પ્રત્યે કૃત્ન્ભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્ય ને તોડવું જ રહ્યું .
2. વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ના વધી જાય કે લાગણી ના સંબધો ને એ છિન્ન ભિન્ન કરી નાખે.
3. સુખ ના પ્રવાહ હોય કે દુખ ના હો ઉભરા શોભે છે જયારે એની રજૂઆત કામ રહે.
4. બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે ,હૃદય એ જ ગુણો પોતાની અંદર માંગે છે.
5. બુદ્ધિ નો એક જ આગ્રહ અને એક જ માંગ સામા એ જ સારા બનવું જોયએ, સામા એ જ સારા રેહવું જોયએ, સામા એ જ સારું કરવું જોયએ,
6. કિનારે જામેલા કચરા ને નદીનું પુર એક જ ધડાકે સાફ કરી નાખે છે તેમ હૃદય માં ઉમટેલા લાગણી ના પૂરે દિલ માં જામેલા બુદ્ધિ ના કચરા ને પણ સાફ કરી નાખે છે.
7. યુવાની ના છોડ પર અનુભવ ના ફૂલ વહેલા આવતા નથી અને જયારે આવે છે ત્યારે સરજાઇ ચૂકેલ ભૂલ માંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે.
8. જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રેહવું જોયએ.
9. અંતકરણ માં સમજણ ઉગ્યા પછીએ મનમાં સમાધાન ના પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી.
10. દરેક વ્યક્તિએ બાલદીમાં ના છિદ્ર જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય ,પચાવી જાય અને પોતના માં સમાવી લે છે

ટિપ્પણીઓ નથી: