જ્ઞાનનું ઝરણું

શનિવાર, 2 જાન્યુઆરી, 2010

સફળ જીવન માટેના સુવાક્યો .


  1. અગાઉ બધુ જ કેહવાયુ  ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
  2. પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છેતે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ  .
  3. ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
  4. દુનિયા માં એવી એક પણ વ્યક્તિ નહિ હોય જેની પાસે નસીબદાર બનવાની તક ના આવી હોય ,પરંતુ નસીબ જયારે જુએ છે ત્યારે એ વ્યક્તિ એનું સ્વાગત કરવા માટે  તૈયાર  નથી ત્યારે એ પાછુ  ફરી જાય છે.
  5. તમે માત્ર નસીબ ને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે.
  6. અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ  મૂશ્કેલ હોય છે.
  7. આપણે  કહીએ  છીએ સમય ચલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ.
  8. દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
  9. અદુરું કામ અને હારેલો દુશ્મન આ બંને બુઝાયા વગરની આગની ચીન્ગારીયો  જેવા છે, મોકો મળતા જ એ આગળ વધશે , અને બેદરકાર માણસ ને દબાવી દેશે.
  10. લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા એ આશ્ચર્ય  ની વાત છે.
  11. બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે , પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી.