જ્ઞાનનું ઝરણું

શુક્રવાર, 1 જાન્યુઆરી, 2010

suvichar


  • એક આંખ દસ જીભથી બહેતર છે અને એક હાથ દસ આંખથી બહેતર છે. (થાઇલેન્ડ)

  • પહોળા શીંગડાવાળી ભેંસો અને ત્રાંસી આંખોવાળા પૂરુષોથ સાવધાન.(થાઇલેન્ડ)

  • સમયસર દુઃખી થવું એ લાભ છે અને બહુ મોડાં દુઃખી થવુ એ નુકસાન છે. (મલેશીયા)

  • ઘોડા પર સવારી કરતા ન આવડે ત્યાં સુધી બળદ પર સવારી કરો. (જાપાન)

  • જે પૈસા ચોરે તેને જેલ માં પુરવામાં આવે છે જ્યારે રાજ્ય ચોરે તેને સમ્રાટ ઘોષિત કરવામાં આવે છે. (જાપાન)

  • નાક વગરના નવસો નવાણુ વાંદરા નાકવાળા એક વાંદરા તરફ હસી રહ્યા છે. (જાપાન)

  • કવિતામાં ચિત્રો હોય છે અને ચિત્રોમાં કવિતા હોય છે. (ચીન)

  • જેમ કાળી મજુરીથી સફેદ ચાવલ ઊગે છે તેમ વાંસની સોટીથી સારા બાળક ઊછરે છે.(ચીન)

  • ઘર પસંદ કરતા પહેલા પાડોશી પસંદ કરો. (આરબ)

  • રાત્રે આપેલા વચનો સવારે ભુલાઇ જાય છે. (આરબ)


  • ટિપ્પણીઓ નથી: