જ્ઞાનનું ઝરણું

મંગળવાર, 12 જાન્યુઆરી, 2010

ચાણક્ય નીતિ

રક્ષણ
મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.// ૬//
ચંચળ લક્ષ્મી
લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે. // ૭ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )
જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .// ૮ //
ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )
જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે. // ૯ //
અયોગ્ય પ્રદેશ
જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ ,ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું .// ૧૦ //

વધુ આવતા બ્લોગ પર ………………..


ટિપ્પણીઓ નથી: