જ્ઞાનપીઠ એવાર્ડ વિજેતા કવિ રાજેન્દ્ર શાહ નું નિધન.
કવિશ્રી રાજેન્દ્ર શાહ નું ૯૭ વર્ષે નિધન થાઉં છે ,જેમની ખોટ સાહિત્ય સમાજ માટે પૂરી થઇ સકે તેમ નથી.
કવિશ્રી ના પરિચય ની લીંક http://sureshbjani.wordpress.com/2006/11/05/rajendra_shah/
નામ
રાજેન્દ્ર કેશવલાલ શાહ
જન્મ
જાન્યુઆરી - 28, 1913 ; કપડવંજ (જિ. ખેડા)
અવસાન
જાન્યુઆરી – 2 , 2010 ; કપડવંજ
કુટુમ્બ
* માતા – ; પિતા – કેશવલાલ શાહ
અભ્યાસ
* બી.એ. ( મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, વડોદરા )
વ્યવસાય
* અમદાવાદમાં કરીયાણાની અને પછી કોલસાની દુકાનમાં વેપાર
* મુંબાઇમાં પહેલાં લાકડાના વેપારીને ત્યાં નોકરી
* મુંબાઇમાં પ્રેસ અને – ‘કવિલોક’ દ્વિમાસિકનું પ્રકાશન
જીવન ઝરમર
* 2 વર્ષની ઉંમરમાં પિતાનું અવસાન
* વડોદરામાં ભણતરની સાથે બંગાળી ભાષા પાડોશી પાસેથી શીખ્યા
* 1930 – મેટ્રિકનું ભણતર અધુરું મુકી દાંડી કૂચમાં જોડાયા
* 1945 - અમદાવાદની કરિયાણાની દુકાન છોડી મુંબઇ ગયા
* મુંબાઇમાં લાકડાના વેપારીને ત્યાં કામ કરતાં ઘણો સમય થાણાના જંગલોમાં વિતાવ્યો , આ સમયમાં તેઓ પ્રકૃતિની ઘણી નજીક આવ્યા
* 1951 – મુંબાઇમાં પ્રિંટિગ પ્રેસની શરૂઆત
* તેમના પ્રેસમાં રવિવારે મળતી કાવ્ય સભાએ ઘણા કવિઓને ઉત્તેજન આપ્યું છે.
* 1969 – ગંભીર માંદગીમાં પટકાયા બાદ છ મહીના પથારીવશ રહ્યા.
* 1971 – પ્રિંટિગ પ્રેસમાં આગ લાગતાં કામકાજ પુત્રને સોંપી કપડવંજ પરત આવ્યા
* 1993- ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ
* શેષ જીવન કપડવંજ માં અધ્યાત્મ અને સાહિત્ય સેવામાં
* તેમની ઘણી કવિતાઓ જાણીતા સંગીતકારો દ્વારા લયબધ્ધ થયેલી છે.
* તેમની રચનાઓમાં રવીન્દ્રનાથની ઘણી અસર છે. કવિતાના બધા પ્રકારોમાં પ્રદાન
મુખ્ય રચનાઓ - 20 થી વધારે
* કવિતા – ધ્વનિ, આંદોલન, શ્રુતિ, શાંત કોલાહલ, ચિત્રણા, ક્ષણ જે ચિરંતન, વિષાદને સાદ, મધ્યમા, ઉદ્ ગીતિ, દક્ષિણા, પત્રલેખા, પ્રસંગ સપ્તક, પંચપર્વા, કિંજલ્કિની, વિભાવન
* અનુવાદ – બાળક – રવીન્દ્રનાથ ટાગોર, ગીત ગોવિન્દ – જયદેવ , Rhyme of Ancient Mariner – Coleridge, Divine Comedy – Dante
* સંકલિત કવિતા - સમગ્ર કવિતા ; નિરૂદ્દેશે – જયંત પાઠક દ્વારા સંપાદિત કાવ્યસંગ્રહ
સન્માન
* 1947 – કુમાર ચન્દ્રક
* 1964 – સાહિત્ય એકેડેમી એવોર્ડ
* 1973 – નર્મદ ચન્દ્રક
* 1985 - ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર
* 1993- ગુજરાત સાહિત્ય પરિષદનો એવોર્ડ
* 1994 - નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ
* 2001 - જ્ઞાનપીઠ – દિલ્હી એવોર્ડ મેળવનાર ત્રીજા ગુજરાતી સાહિત્યકાર
-
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો